હાલોલ: હાલોલમાં ગણેશજીની આગમન યાત્રામાં ડીજેના ઘોંઘાટ વચ્ચે ભારે હોબાળો,યુવાનો વચ્ચે ઘર્ષણ, ચપ્પલો ઉછળતા અફરાતફરી સર્જાઈ
હાલોલમાં ગત મંગળવારે રાત્રે ગણેશજીની આગમન યાત્રા દરમિયાન ડીજેના તીવ્ર અવાજ અને અસ્તવ્યસ્ત ભીડ વચ્ચે ભારે હોબાળો મચી ગયો હતો. સિદ્ધિવિનાયક ગણેશ મંડળ અને સતી તલાવડી ગણેશ મંડળ દ્વારા શ્રીજીની વિશાળ પ્રતિમાઓની આગમન યાત્રા યોજાઈ હતી બંને આયોજકો દ્વારા મોટી ડીજે સાઉન્ડ સિસ્ટમો રાખવામાં આવી હોવાથી હાલોલ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા.