ગાંધીધામ: પૂર્વ કચ્છ પોલીસને 13 નવા ‘જન રક્ષક’ વાહનોની ફાળવણી કરાતા એસપી કચેરી ખાતે વાહનોની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ
પૂર્વ કચ્છ જિલ્લા પોલીસને ગુજરાત સરકાર દ્વારા 13 નવા જન રક્ષક બોલેરો વાહનો ફાળવવામાં આવ્યા છે. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની ઉપસ્થિતિમાં વાહનોની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી.એસપી સાગર બાગમાર અને ડીવાયએસપી એ.વી રાજગોર દ્વારા વાહનોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.