ખંભાત: બામણવા ગામે પ્રેમસંબંધની અદાવતમાં યુવક પર દાંતીથી જીવલેણ હુમલો
Khambhat, Anand | Aug 20, 2026 ખંભાતના બામણવા ગામના કિશનપુરા ખાતે ચાલવા નીકળેલા યુવાન પર પ્રેમસંબંધની અદાવતમાં યુવતીના ભાઈએ દાંતી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જે દરમિયાન માથા, ગળા, ખભા, નાક અને આંખની ભ્રમર ઉપર ઉપરાછાપરી દાંતીના ઘા મારતાં યુવકને કુલ 28 જેટલા ટાંકા લેવા પડ્યા હોવાની માહિતી મળી છે.આ અંગે ખંભાત રૂરલ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા સુનિલ પૂનમભાઈ ચૌહાણને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.