ગાંધીધામ: પવિત્ર પર્વ દિવાળીએ સિંધિ સેવા મંચ દ્વારા 200 જરૂરિયાતમંદ પરિવારોને રાશન વિતરણ
દિવાળીનો તહેવાર સૌના જીવનમાં ખુશીઓ અને પ્રકાશ લઈને આવે છે, પરંતુ સમાજમાં એવા પરિવારો પણ છે જેઓ આર્થિક મુશ્કેલીઓના કારણે તહેવારની ખુશીઓથી વંચિત રહે છે. આવા પરિવારોના જીવનમાં ખુશીઓ લાવવાના ઉમદા હેતુથી સિંધિ સેવા મંચ પરિવાર દ્વારા 200 જરૂરિયાતમંદ પરિવારોને રાશનનું વિતરણ કરવામાં આવ્યું હતું.