હાલોલ: નૂતન વર્ષના પ્રારંભે શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર,જય માતાજી'ના નાદથી ગુંજી ઊઠ્યો ડુંગર
નૂતન વર્ષના મંગલમય પ્રારંભે સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે માતા મહાકાળીનાં દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. દિવાળી વેકેશન અને રજાઓનો માહોલ હોવાથી આજે મંગળવારે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે પાવાગઢ ખાતે આવી પહોંચ્યા હતા.