ખંભાત: મેતપુર ગામે ઓનરકિલિંગ કેસ મામલે નાયબ પોલીસ અધિક્ષક એચ.બી. વાઘેલાએ પ્રતિક્રિયા આપી
Khambhat, Anand | Nov 11, 2026 ખંભાતના મેતપુર ગામે ઓનર કિલિંગ કેસમાં પરિવારની ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા તેના પિતા કૌશલભાઈ રમણભાઈ પટેલ ઉંમર વર્ષ 50ના તેમણે પોતાની દીકરીને પોતાના ઘરમાં ગળાફાંસો દઈ અને તેની હત્યા કરી હોવાનું તપાસમાં ખુલેલ. જેમાં ખૂનનો ગુનો નોંધવામાં આવેલ છે.રમણભાઈની આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરવામાં આવેલ છે. આ વખતે તેના ઘરમાં મૃતકના વૃદ્ધ દાદા-દાદી અને સગીર ભાઈ અને માતા પણ અન્ય રૂમમાં હાજર હતા. જે માટે એફએસએલની મદદ લેવાઈ છે.