ખંભાત: ખંભાત પંથકમાં જન્માષ્ટમીની શાનદાર ઉજવણી, જુદા જુદા વિસ્તારોમાં મનમોહક કલાત્મક કૃતિઓએ આકર્ષણ જમાવ્યું.
ખંભાત પંથકભરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ભારે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણાં કરવામાં આવ્યા હતા.કતકપૂર, ખારોપાટ અને શકરપૂર સહિતના જુદા જુદા વિસ્તારોમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિશેષ તૈયારીઓ જોવા મળી હતી.વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ આકર્ષક થીમ પર ભગવાન શ્રીકૃષ્ણની મનમોહક કલાત્મક કૃતિઓનું સુંદર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.