અંજાર: વીડી સીમ વિસ્તારમાં પોલીસ દ્વારા કબજે કરાયેલ રૂ.1.08 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો
Anjar, Kutch | Aug 26, 2026 ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ સ્ટેશન તથા અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો કોર્ટના હુકમ બાદ ગતરોજ નાશ કરવામાં આવ્યો હતો.કોર્ટના હુકમ અનુસાર લોડર, આઈસર, ઈ.સી.આર. હાઈડર તથા એમ્બ્યુલન્સ વાહનોની મદદથી અંજાર વીડી સીમ વિસ્તારમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પકડાયેલ કુલ 85,29,758 તથા અંજાર પોલીસ સ્ટેશનનો 22,78,338 કિંમતનો વિદેશી દારૂ મળી કુલ રૂ.1,08,08,096 કિંમતના વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો