મોરવા હડફ: મોરા ખાતે સંત રવિદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં ભવ્ય કળશ યાત્રા યોજાઈ
મોરવા હડફ તાલુકાના મોરા જિલ્લા પંચાયત સીટના સદસ્ય હિતેશભાઈ રાજભોઈના નિવાસસ્થાનેથી શ્રી મોરા મહાદેવ મંદિર સુધી 'સમરસતા એકતા અભિયાન' અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા