હાલોલ: હાલોલના મસવાડ GIDCમા દિવાળીના ફટાકડા ફોડતી વખતે દુર્ઘટના,સ્કાયશોટ છાતી પર ફૂટતા ૧૯ વર્ષીય યુવકનુ કરુણ મોત
હાલોલની મસવાડ GIDC માં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડતી વખતે સર્જાયેલી એક કરુણ દુર્ઘટનામાં ૧૯ વર્ષીય શ્રમિક યુવકનું મોત નીપજ્યું છે.હાથમાં પકડેલો સ્કાયશોટ ફટાકડો સીધો છાતીના ભાગે ફૂટતા ગંભીર ઇજાને પગલે યુવકે જીવ ગુમાવ્યો હોવાની વિગતો સામે આવી છે.