ગાંધીધામ: આદિપુરની એકસેલસિયર મોર્ડન સ્કૂલ ખાતે સાયબર ક્રાઈમ અને ડ્રગ્સ જાગૃતિ સેમિનાર યોજાયો
પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તથા એસ.ઓ.જી. શાખા દ્વારા આદિપુરની એક્સેલસિયર મોર્ડન સ્કૂલ ખાતે સાયબર ક્રાઈમ અને નાર્કોટિક્સ ડ્રગ્સ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.સેમિનારમાં એએસઆઈ ગોપાલભાઈ દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમના વિવિધ પ્રકારો વિશે માર્ગદર્શન અપાયું હતું.