નખત્રાણા: નખત્રાણા પીજીવીસીએલ સ્ટોરમાં તસ્કરો ત્રાટક્યા: બે તબક્કામાં ₹૭.૫૭ લાખના વીજવાયર અને હાર્ડવેરની ચોરી
કચ્છના નખત્રાણા ખાતે આવેલી વિભાગીય પીજીવીસીએલ કચેરી પાછળના સ્ટોર પાર્કમાંથી તસ્કરો ₹૭.૫૭ લાખથી વધુની કિંમતના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા છે. સ્ટોર કીપર દિનેશ મકવાણા દ્વારા સ્ટોક વેરિફિકેશન કરવામાં આવતાં આ ચોરીનો પર્દાફાશ થયો હતો. તપાસ દરમિયાન સ્ટોરમાંથી ૩૮ કોથળામાં રહેલા ૯૯૧ નંગ ડીશ હાર્ડવેર તેમજ ૧.૮૨૮ ટન વજન ધરાવતા એલ્યુમિનિયમ વાયરના ૨૮ ફીંડલા ગાયબ હોવાનું સામે આવ્યું હતું.