ખંભાત: 11 વર્ષથી પોલીસ જાપ્તામાંથી ફરાર છેતરપિંડીનો આરોપી ઠાણે (મહારાષ્ટ્ર)થી ઝડપાયો.
Khambhat, Anand | Oct 28, 2026 આશરે 11 વર્ષ પહેલાં ખંભાત સીટી પોલીસ સ્ટેશનમાં મહારાષ્ટ્રના ગુલામઅબ્બાસ કાસમઅલી મર્ચન્ટ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત હેઠળ ગુનો દાખલ થયો હતો. જે-તે સમયે ખંભાત શહેર પોલીસે અટકાયત કરી હતી.દરમિયાન આરોપીએ પોતાને 'હૃદયની બીમારી અને ગભરામણ થાય છે' તેવું બહાનું બતાવી જેલ બહાર કાઢવા જણાવ્યું હતું. જેલ બહાર કાઢતા જ તેણે પોલીસ કર્મચારીને જોરથી ધક્કો મારી નીચે પાડી દીધો હતો અને સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો.પેરોલ-ફર્લો સ્ક્વોડ ટીમે મહારાષ્ટ્રથી ઝડપી લીધો છે.