અંજાર: દિવાળી પૂર્વે અંજાર સહિત કચ્છમાં ફૂડ સેફ્ટી વિભાગની સઘન ચેકિંગ ઝુંબેશ: 56 ખાદ્ય નમૂના લેવાયા
Anjar, Kutch | Nov 8, 2026 દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA), ભુજ-કચ્છ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.ફૂડ સેફ્ટી ઓફિસર એસ.બી. પટેલ અને એમ.એમ. પટેલની ટીમ દ્વારા અંજાર સહિતના વિસ્તારોમાં મીઠાઈની દુકાનો,ડેરી અને ફરસાણ હાઉસમાંથી કાજુ કતરી,કચ્છી પેંડા,માવો,મિલ્ક કેક,બરફી, ગાંઠિયા સહિતના કુલ 56 ખાદ્ય નમૂના લઈ પૃથ્થકરણ માટે સ્ટેટ ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.