ખંભાત: શકરપૂર ગામે પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો.
શકરપૂર ગામ ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ મંગળભાઈ, મામલતદારશ જયદેવભાઈ વાંક, ગામના સરપંચ દિનેશભાઈ, તલાટી કમ મંત્રી પરેશભાઈ પટેલ , આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર, FHW બહેન, ગામના આગેવાનો, મોટી સંખ્યામાં લાભાર્થીઓ તથા આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. છ માસ પૂર્ણ કરેલ બાળકોને બાળ શક્તિમાંથી તૈયાર કરેલી રાબ પીવડાવી અન્નપ્રાશન વિધિ કરવામાં આવી હતી.