ખંભાત: ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે પાલિકા પ્રમુખના હસ્તે રીબીન કાપી પરંપરાગત લોકમેળાનો પ્રારંભ કરાયો
ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે દિવાળી પર્વ દરમિયાન પરંપરાગત ભાતીગળ લોકમેળો ભરાય છે. નગરપાલિકામાં જાહેર હરાજી પ્રક્રિયા યોજી વિધિવત લોકેમળો શરૂ કરવામાં આવતો હોય છે.દિવાળીથી દેવ દિવાળી સુધી શહેરના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે મનોરંજનથી ભરપૂર લોકેમેળો યોજાતો હોય છે.વિધિવત મંત્રોચ્ચાર અને દિવો પ્રગટાવી ખંભાત નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન રાણાના હસ્તે શ્રીફળ વધેરી રીબીન કાપી વિધિવત લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.