ગાંધીધામ: આદિપુરના 4-A વિસ્તારમાં ભુજ સાયબર સેલ દ્વારા ડુપ્લીકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
આદિપુરના 4-A વિસ્તારમાં ભુજ સાયબર સેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કથિત ડુપ્લીકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. અહીં ‘રોયલ ચેલેન્જ’ના નામે ક્વાર્ટર તૈયાર કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. કાર્યવાહીમાં9400 ખાલી બોટલ તથા સીલ મારવાનું મશીન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ કેસમાં પોલીસે હિતેશ ખીમાભાઈ બામણીયા, રહે. સાંતાક્રુઝ, મુંબઈ અને રાધાકૃષ્ણ ડાલચંદ જાટ, રહે. મથુરાને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.