હાલોલ: ગણેશ મહોત્સવને લઈને હાલોલ નગરમા જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચ યોજાઈ
ગણેશ મહોત્સવના પવિત્ર તહેવાર દરમિયાન નગરમાં શાંતિ, સુમેળ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી હાલોલ શહેરના મુખ્ય માર્ગો પર તા.9 સપ્ટેમ્બર બુધવારના રોજ પોલીસ વિભાગ દ્વારા ભવ્ય ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચ પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતની અધ્યક્ષતામાં યોજાઈ હતી.