હાલોલ: હાલોલમાં ગણેશોત્સવ પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, ગણેશ મંડળોને ડીજેના નિયમો અંગે અપાઈ સમજ
આગામી ગણેશ આગમન અને ગણેશ વિસર્જનને લઈને હાલોલ શહેરમાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત ઉજવણી થાય તે હેતુથી પંચમહાલ પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.આજે શનિવારના રોજ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતના અધ્યક્ષસ્થાને હાલોલમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું તેમજ વિવિધ ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ યોજાઈ હતી.