જાંબુઘોડા: જોરીયા પરમેશ્વર વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડા ખાતે સ્વચ્છતા હિ સેવા અભિયાનની શરૂઆત કરાઈ
સમગ્ર ગુજરાતમા તા.1 સપ્ટેમ્બરથી વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે.આ વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્યમા વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે.તે સંદર્ભમા જોરીયા પરમેશ્વર વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડા ખાતે આજે કોલેજના આચાર્ય ડો. સી બી રાઠવાની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.