અંજાર: અટકેલી સ્કોલરશીપ મુદ્દે ABVPનું વિરોધ પ્રદર્શન :પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ
Anjar, Kutch | Aug 25, 2026 વિદ્યાર્થીઓની અટકેલી સ્કોલરશીપની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આદિપુરના કોલેજ સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.વિરોધ પ્રદર્શન બાદ ABVPના કાર્યકરોએ અંજાર ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી, બાકી રહેલી સ્કોલરશીપની રકમ તાત્કાલિક વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવા તથા પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવા સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.