નખત્રાણા: નખત્રાણાના રસલીયા ગામે વાડી વિસ્તારમાંથી ૮ ફૂટના મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ, સ્થાનિકોએ સુરક્ષિત તળાવમાં ખસેડ્યો
કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના રસલીયા ગામે સીમ વિસ્તારમાં અચાનક ૭ થી ૮ ફૂટ લાંબો મહાકાય મગર દેખાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. વાડી વિસ્તારમાં વિશાળ કદનો મગર નજરે પડતાં ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભારે દોડધામ તથા ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની વિગત મુજબ, રસલીયા ગામ નજીક આવેલી એક વાડીમાં અચાનક આ મગર ચડી આવ્યો હતો. સ્થાનિક રહી