નખત્રાણા: કચ્છમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી: નખત્રાણા પંથકમાં વરસાદી ઝાપટાં વરસતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ
કચ્છમાં લાંબા સમયના વિરામ બાદ આખરે વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘરાજાનું ફરીથી આગમન થયું છે. પશ્ચિમ કચ્છના નખત્રાણા પંથકમાં અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. નખત્રાણા તાલુકાના નાના કાદિયા, ઉખેડા, જડોદર તેમજ મથલ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો અને સ્થાનિક લોકોમાં આ વરસાદી ઝાપટાંથી નવી આશા બંધાઈ છે.