ગાંધીધામ: સુંદરપુરી વિસ્તારમાંથી એ-ડિવિઝન પોલીસે 35.97 ગ્રામ હેરોઈન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
એડિવિઝન પોલીસે મળેલી બાતમીના આધારે નવી સુંદરપુરી, ગાંધીધામ વિસ્તારમાં દરોડો પાડી આરોપી પ્રિન્સ સુરેશનાથ બાવાજીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી હેરોઈન મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક સાહિલ નામનો આરોપી તથા તપાસમાં જે નીકળે તે પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે