ખંભાત: વટાદરા ગ્રામજનો દ્વારા નાયબ કલેકટરને કથિત ઝેરી ગેસને લીધે પક્ષીના મોત અને પાક નુકશાન કરનાર કંપનીઓ સામે કાર્યવાહીની માંગ
Khambhat, Anand | Aug 17, 2026 વટાદરા ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા કથિત ઝેરી ગેસના કારણે પક્ષીઓના મોત મામલે તેમજ પાકને થયેલ નુકશાન બાબતે નાયબ કલેકટર કુંજલ શાહને આવેદનપત્ર આપ્યું હતું.ઉપરાંત ઝેરી ગેસ છોડનાર કંપનીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી.સોમવારે સાંજે 7 કલાકે આ અંગે નાયબ કલેકટરે પ્રતિક્રિયા આપી હતી.