નખત્રાણા: દિવાળીના તહેવારો ટાણે જ નેત્રામાં માતમ: વાડીમાં થ્રેસર મશીનની ચોકડીમાં પગ આવી જતાં ખેડૂતનું કમકમાટીભર્યું મોત
દિવાળીના પર્વ વચ્ચે કચ્છના નખત્રાણા તાલુકાના નેત્રા ગામે એક હૃદયદ્રાવક અકસ્માતમાં ખેડૂતનું કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર નેત્રા ગામની વાડીમાં ૫૨ વર્ષીય ખેડૂત નરેન્દ્રભાઈ ભીમજીભાઈ ભાદાણી ટ્રેક્ટર અને થ્રેસર મશીન વડે ભૂતડી કાઢવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક થ્રેસર મશીનની ચોકડીમાં તેમનો ડાબો પગ આવી જતાં પંજો કપાઈ ગયો હતો.