અંજાર: દેવળિયા નજીક ગોઝારી દુર્ઘટના: થાર કારમાં આગ લાગતાં એકનું મોત
Anjar, Kutch | Nov 9, 2026 અંજાર: દેવળિયા નજીક થાર કાર વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાતાં કારમાં આગ લાગી હતી. આ ગોઝારી અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક સ્થળે દોડી ગઈ હતી. તહેવારના માહોલમાં બનેલી આ દુર્ઘટનાથી શોકની લાગણી ફેલાઈ છે.