ખંભાત: દહેડા ખાતે અમાસ નિમિત્તે શિવભક્તિ અને મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુની ઉપસ્થિતિમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો
Khambhat, Anand | Sep 11, 2026 દહેડા મુકામે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય અમાસની મહાપૂજા અને શિવભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક અવસરે 1008 મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષદભાઈ ભાવસંગભાઈ રાઠોડ અને ગ્રામજનો દ્વારા બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની પાસેથી શિવભક્તિ સંબંધિત પ્રવચન તથા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.જે દરમિયાન પંથકના અગ્રણીઓ, સભ્યો તેમજ દરેક સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા.