ખંભાત: ભારે વરસાદને કારણે મકાનને નુકશાન થતા ખટનાલ, વત્રા, જલુન્ધ ગામના લાભાર્થીને 90 હજારનો સહાય ચેક અર્પણ કરાયો.
ગુજરાત સરકાર દ્વારા ચાલુ ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે નુકસાન પામેલ મકાનોની સહાય અપાઈ. રહી છે.જેમાં ગુજરાત સરકાર તરફથી ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના હસ્તે રૂપિયા 90,000/- રકમનો સહાય ચેક ખટનાલ ગામના મણીભાઈ બચુભાઈ પરમારને અર્પણ કરાયો હતો.વત્રા ગામે શનાભાઈ ખોડાભાઈ સોલંકી અને જલુન્ધ ગામના મંગુબેન પસાભાઈ સોલંકીને અર્પણ કરવામાં આવ્યો હતો.