ખંભાત: નવાગામવાંટા પાસે પાણી ભરાયેલા પડતર ખેતરમાંથી મળી આવી ગુમ થયેલા યુવકની લાશ
નવાગામવાંટામાં આવેલા એક ખેતરમાં ઢીંચણસમા પાણી ભરાયેલા હતા,જ્યાં સ્થાનિક લોકોને એક મૃતદેહ નજરે પડ્યો હતો.આ અંગે તાત્કાલિક ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક રહીશોની સક્રિય મદદથી પોલીસે પાણીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સરકારી કેનેડી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.મૃતકની ઓળખ નગરા કોટેશ્વર સીમના અશ્વિનભાઈ ઉર્ફે ચંદુભાઈ ભાઇલાલભાઈ મકવાણાની થઈ છે.