અંજાર: પોલીસની સઘન ડ્રાઇવ: વાહન ચેકિંગ સાથે ગુનાહિત પ્રવૃત્તિ પર તવાઈ
Anjar, Kutch | Aug 24, 2026 અંજાર પીઆઈ એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી વાહન ચેકિંગ, જુગાર સહિતના ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા આરોપીઓની તપાસ તેમજ તેમના રહેઠાણ અને આશ્રયસ્થાનો અંગે ચકાસણી કરવામાં આવી હતી.ડ્રાઇવ દરમિયાન 256 વાહનો ચેક, 1 જુગાર કેસ, 1 જુગાર રેઇડ, 5 પ્રોહિબીશન રેઇડ, 6 જાણીતા જુગારીઓ પર નાઇટ રેઇડ, 24 એમ.આર. ચેક, 6 હિસ્ટ્રીશીટર ચેક તથા 78 જાણીતા આરોપીઓની ચકાસણી કરવામાં આવી હતી.આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.