નખત્રાણા: કચ્છમાં પીવાના પાણીની તંગી વચ્ચે મથલ પુલ નજીક નર્મદાની પાઇપલાઇનમાં મોટું ભંગાણ: લાખો લીટર પાણી વેડફાતાં લોકોમાં ભારે રોષ
એક તરફ કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતાં લોકો પીવાના પાણી માટે મુશ્કેલી વેઠી રહ્યા છે, ત્યારે બીજી તરફ તંત્રની ઘોર બેદરકારીના કારણે કિંમતી નર્મદા નીર રસ્તા પર વહીને વેડફાઈ રહ્યું છે. મથલ પુલ નજીક પસાર થતી નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં અચાનક મોટું ભંગાણ સર્જાતાં પાણીના ઊંચા ફુવારા ઉડવા લાગ્યા હતા. પાઇપલાઇન લીકેજ થવાના કારણે જોતજોતામાં લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી જતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.