હાલોલ: પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પાવાગઢ ખાતે 'મહાદેવજીની સવારી' પાલખીયાત્રા ધામધૂમથી યોજાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ભક્તિમય માહોલમાં 'મહાદેવજીની સવારી' પાલખીયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને માઈભક્તોના સાથ-સહકારથી યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.