ખંભાત: વૈણજ ભાઠા વિસ્તારમાં એકાએક 7 પશુઓના મોતથી હાહાકાર, પશુપાલક મહિલાઓએ ચોધાર આંસુએ વ્યથા રજૂ કરી
Khambhat, Anand | Aug 18, 2026 ખંભાતના વૈણજ-આખોલના દરિયાઈ ભાઠા વિસ્તારમાં એકાએક 7 જેટલા પશુઓના મોતથી ચકચાર મચી જવા પામી છે.જૂની આખોલ પંચાયત હદ વિસ્તારના ભાઠા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ 5 ભેંસો, પિન્ટુભાઈ કમાભાઈ ભરવાડના વાડામાં 1 ભેંસ, વલ્લુભાઈ હરિભાઈ ભરવાડના વાડામાં 1 ભેંસ કોઇ કેમિકલના અસરથી મોત થયા હોવાનું જણાઈ આવ્યું છે.આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.મહત્વનું છે કે, 15 જેટલા પશુઓ બીમારી અવસ્થામાં ગંભીર હોવાનું સામે આવ્યું છે.