ગાંધીધામ: મનપા દ્વારા સ્વચ્છ દિવાળી, શુભ દિવાળી અંતર્ગત મહિલા સફાઈ કામદારોની કામગીરી બિરદાવી
સ્વચ્છ ભારત મિશન (શહેરી), ગુજરાત અંતર્ગત “સ્વચ્છ દિવાળી, શુભ દિવાળી” અભિયાનના ભાગરૂપે ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર બી.ડી ડાવેરાના હસ્તે દૈનિક સફાઈ કામગીરી કરતી મહિલા સફાઈ કામદારોને મીઠાઈ ખવડાવી દિવાળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શહેરની સ્વચ્છતા જાળવવામાં મહિલા સફાઈ કામદારોના યોગદાનની પ્રશંસા કરી તેમની નિષ્ઠા અને મહેનતને બિરદાવવામાં આવી હતી.