ખંભાત: વટાદરા અને જહાજ ગામેથી યુવતીઓ ગુમ થઈ, પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી.
Khambhat, Anand | Sep 10, 2026 ખંભાતના વટાદરા અને જહાજ ગામેથી યુવતીઓ ગુમ થઈ હોવાનું સામે આવ્યું છે.પ્રથમ બનાવમાં ખંભાત તાલુકાના વટાદરા ગામના ભાથીજી મંદિરની બાજુમાં રહેતી 21 વર્ષીય સોનાલીબેન અરવિંદભાઈ અને જહાજ ગામના ભાવપુરા સિમમાં રહેતી 29 વર્ષીય પ્રિયંકાબેન ઉર્ફે બોડી કલ્પેશભાઈ ઉર્ફે બોડો ભાઈલાલભાઈ પઢિયાર "મમ્મીનું ધ્યાન રાખજે" તેમ ચીઠી લખીને ઘરેથી નીકળીને ક્યાંક ગુમ થઈ ગઈ હતી.આખરે પરિવારે ખંભાત ગ્રામ્ય પોલીસ ખાતે જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.