ખંભાત: ખંભાતના મેતપુર ગામે પ્રેમસંબધની શંકા અને વિરોધમાં પિતાએ જ પુત્રીની દુપટ્ટાથી ગળું દબાવી કરી દીધી હત્યા
Khambhat, Anand | Nov 10, 2026 ખંભાતના મેતપુર ગામે સહજાનંદ ફળિયામાં રહેતા કૌશલ રમણલાલ પટેલે પોતાની 21 વર્ષીય પુત્રી સાન્યાની દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, મૃતક સાન્યાને મેતપુર ગામના જ રીષી સદીપભાઈ વ્યાસ સાથે પ્રેમસંબધ હતો.આ વાતની જાણ પિતા કૌશલ પટેલને થતા તેઓ પુત્રીને આ સંબંધ તોડી નાખવા અવારનવાર સમજાવતા હતા. પરંતુ 21 પુત્રી સાન્યા પિતાની વાત ન માનીને છાનાછૂપા રીષી વ્યાસ સાથે ફોન પર વાતચીત ચાલુ રાખતી હતી.