જાંબુઘોડા: જાંબુઘોડામાં ગણેશજીનું ઉત્સાહપૂર્વક આગમન,જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈએ શ્રીજીને આવકાર્યા
ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર જાંબુઘોડા ગામ તથા તાલુકામાં વિઘ્નહર્તા દેવ શ્રીજીની પ્રતિમાઓના આગમનને લઈને ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ગામ તેમજ આસપાસના વિવિધ વિસ્તારોમાં ગણેશજીનું અત્યંત ધામધૂમ પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.તા.7 સપ્ટેમ્બર સોમવારના રોજ રાત્રિના સમયે જાંબુઘોડાના ભીલડુંગરા ખાતેથી ગણેશજીની મૂર્તિઓને ઢોલ-નગારા અને ડીજેના તાલ સાથે વાજતે-ગાજતે ગામમાં લાવવામાં આવી હતી.