ગાંધીધામ: સ્માર્ટ લોજિસ્ટિક્સ એવોર્ડ્સ-૨૦૨૬માં કંડલા બંદરને ‘સ્માર્ટ પોર્ટ ઓફ ધ યર’નો પ્રતિષ્ઠિત એવોર્ડ
DPAએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. રાજકોટ ખાતે મેરીટાઇમ ગેટવે દ્વારા આયોજિત ‘સ્માર્ટ લોજિસ્ટિક્સ એવોર્ડ્સ-૨૦૨૬’માં કંડલા બંદરને પ્રતિષ્ઠિત **‘સ્માર્ટ પોર્ટ ઓફ ધ યર’** એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.આ સિદ્ધિ બદલ દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંઘ, IRSMEએ સમગ્ર પોર્ટ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.