ખંભાત: ખંભાત શહેર નારેશ્વર તળાવ પાસે જુગાર રમતા 5 ઇસમો ઝડપાયા, પોલીસે રોકડ રૂ.17,150/ જપ્ત કરી.
ખંભાત નારેશ્વર તળાવ પતરાના શેડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો ભેગા મળી ગોળ કુંડાળુ વળી પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે રેડ કરતા જુગાર રમતા કુલ-5 જેટલા ઇસમોને ઝડપાઈ ગયા હતા.કુલ રૂ.17,150/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પકડાયેલ તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.