હાલોલ: હાલોલ-વડોદરા હાઇવે પર હોટલ વેલી પાસે ઇનોવા અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત, બાઇકચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત
હાલોલ-વડોદરા હાઇવે રોડ પર આવેલા હોટલ વેલી નજીક તા.10 સપ્ટેમ્બર ગુરુવારના રોજ રાત્રિના સમયે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પૂરઝડપે આવતી ઇનોવા કારે રોડ ક્રોસ કરી રહેલા બાઇકચાલકને અડફેટે લેતા અક્સ્માત સર્જાયો હતો.