હાલોલ: એલ.એમ.પાવર કંપની પાસે એમ્બ્યુલન્સની અડફેટે એક્ટિવા ચાલકનું કરૂણ મોત, ખાખરીયાના આધેડનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ
એલ.એમ.પાવર કંપની પાસે શૈલી કંપનીની એમ્બ્યુલન્સ ગાડીએ આજે બુધવારે વહેલી સવારે એક એક્ટિવા ચાલકને જોરદાર અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક્ટિવા સવાર આધેડનું માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું.