ગાંધીધામ: આદિપુર પોલીસની અનોખી દિવાળી, બાળકોના ચહેરા પર છવાયું સ્મિત
દિવાળીના પર્વ નિમિત્તે આદિપુર પીઆઇ એસ.એન. કરંગીયાના માર્ગદર્શન હેઠળ કરુણા વિહારની બાળાઓ તથા આર્ય સમાજના બાળકોને પોલીસ સ્ટેશન ખાતે આમંત્રિત કરી દિવાળીની ખુશીઓ વહેંચવામાં આવી હતી.આ પ્રસંગે પીઆઈ એસ.એન. કરંગીયા તથા મહિલા પોલીસ કર્મચારીઓએ બાળકોને કંકુ તિલક કરી મીઠાઈ, ભેટસોગાદો અને ફટાકડાનું વિતરણ કર્યું હતું. પોલીસ અધિકારીઓ, મહિલા પોલીસ કર્મચારીઓ અને સ્ટાફે બાળકો સાથે ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી હતી.