હાલોલ: હાલોલના ધારીયા ગામેથી ₹10.25 લાખનો લીલો ગાંજો ઝડપાયો,પંચમહાલ SOG દ્વારા ખેતરમાં રેડ કરી 1 આરોપીની ધરપકડ કરી
પંચમહાલ જિલ્લામાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલોલ તાલુકાના ધારીયા ગામે ખેતરમાંથી ગેરકાયદેસર વાવેતર કરાયેલા લીલા ગાંજાના 12 નંગ છોડ સાથે એક ઈસમની પંચમહાલ SOG પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.