ખંભાત: ખંભાત કોલેજમાં વિદ્યાર્થીઓએ માટીના દીવા બનાવ્યા, એમ.કોમ વિભાગે દિવાળી નિમિત્તે વર્કશોપ યોજી, ‘વોકલ ફોર લોકલ’નો સંદેશ
ખંભાત કોલેજના એમ.કોમ વિભાગે દિવાળી નિમિત્તે વિદ્યાર્થીઓ માટે દીવા બનાવવાની વર્કશોપ યોજી હતી. તેમાં વિદ્યાર્થીઓએ માટીના દીવા બનાવ્યા હતા. વર્કશોપ દ્વારા ‘વોકલ ફોર લોકલ’નો સંદેશ આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ ખંભાત કોલેજ કેમ્પસમાં આવેલી શ્રી આર.પી. આર્ટ્સ, કે.બી. કોમર્સ અને બી.સી.જે. સાયન્સ કોલેજ સાથે જોડાયેલા શ્રી શરદકુમાર હાંસોટી અને મંજુલાબેન હાંસોટી વાણિજ્ય અનુસ્નાતક એમ.કોમ વિભાગે યોજ્યો હતો.