અંજાર: પોલીસે ટાઉન વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરફેર કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા
Anjar, Kutch | Oct 1, 2026 અંજાર પીઆઈ એચ.એ. જાડેજાની ટીમે ડીવી સ્કૂલ તરફથી આવતી સ્વિફ્ટ કારને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી સ્કોચ વ્હીસ્કી, વોડકા તથા બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ તથા કાર સહિત કુલ રૂ. 3.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ કાર્યવાહીમાં પોલીસે યોગેશ મનજીભાઈ સુથાર અને રાહુલ હરેશભાઈ બડગાની ધરપકડ કરી છે, જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી સુમિત ચાવડાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.