અંજાર: તુણા-વંડી વિસ્તારમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી
Anjar, Kutch | Aug 26, 2026 અંજાર તાલુકાના તુણા-વંડી વિસ્તારમાં તા. 26 ઓગસ્ટ, બુધવારના રોજ ઈદે મિલાદુન્નબી નિમિત્તે કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન અને સૂચના હેઠળ કંડલા મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી. વસાવા તથા પોલીસ ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.