ગાંધીધામ: ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી:નુરી મસ્જિદ ખાતેથી મુસ્લિમ સમાજની ભવ્ય રેલી યોજાઈ
ગાંધીધામમાં ઈદે મિલાદુન્નબીના પવિત્ર પર્વની શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નુરી મસ્જિદ ખાતેથી મુસ્લિમ સમાજની ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં વડીલો, યુવાનો અને બાળકો મોટી જોડાયા હતા.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ પોલીસે ચુસ્ત બંદોબસ્ત અને વ્યવસ્થા સંભાળી હતી.