સિહોર: શિહોરના સરકડીયા ગામે ખેતી કામ કરતા આધેડ ખેડૂતને શોક લાગ્યો, સારવાર દરમિયાન મોત
શિહોર તાલુકાના સરકડીયા ગામે ખેતી કામ કરતા જેસીંગભાઇ જેરામભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 59 પોતાની વાડીમાં પાકને પાણી પાતા હોય અને પાણી વાળતા હોય ત્યારે ટાટરમાં પાવર આવતા તેઓને શૉક લાગે તેઓને તાત્કાલિક સારવાર અર્થે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરેલ હતા પોલીસ દ્વારા એડી નોંધવામાં આવી