ખંભાત: BRC ભવન ખાતે આઈ.સી.ડી.એસ ખંભાત ઘટક-2 કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ, અધિકારીઓ હાજર રહ્યા
બી.આર.સી ભવન શક્કરપુર ખાતે આઈ.સી.ડી.એસ ખંભાત ઘટક-2 કક્ષાની "પૌષ્ટિક વાનગી હરીફાઈ"નું આયોજન કરાયું હતું.જે તાલુકા પંચાયત પ્રમુખ મંગળભાઈ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઈ બારોટ, આરોગ્ય સ્ટાફ, હોમ સાયન્સ કોલેજના HOD, પ્રમુખશ્રી WEC, તલાટી કમ મંત્રી, ICDS સ્ટાફ તેમજ આંગણવાડી કાર્યકરબહેનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.ઘટકના સીડીપીઓ જીજ્ઞાસાબેન બ્રહ્મભટ્ટ દ્વારા લાભાર્થીઓ અને સમુદાયમાં પૌષ્ટિક આહાર,મિલટ્સ તથા THR નું મહત્વ સમજાવ્યું હતું.